કુંડલિની શું છે? અને કેવી રીતે જાગૃત થઈ શકે?

 

આપણે કોસ્મિક એનર્જીથી ઠસોઠસ ભરેલા બ્રહ્માંડ માં રહીએ છીએ, પાણીમાં માછલીની જેમ રહીએ છીએ, છતાં તરસ્યા રહીએ છીએ, કેમકે આ કોસ્મિક એનર્જી સાથે આપણે કનેક્ટ થઈ શકતા નથી. કુંડલિની શક્તિ એ માનવ શરીર માં રહેલી સુષુપ્ત અદ્રશ્ય શક્તિ છે. જે આપણને આ કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ થવામાં સહાયક કરે છે. અગર એ શક્તિ root chakra મૂલાધાર ચક્ર થઈ crown chakra સહસ્ત્રધાર ચક્ર સુધી પહોંચે, તો એ વ્યક્તિ ની મગજ ની શક્તિ વધી જાય છે. અત્યારે આપણે બ્રહ્માંડ ની કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ નથી થઈ શકતા, પણ કુંડલિની શક્તિ સહસ્ત્રધાર ચક્ર સુધી પહોંચે એટલે આપણે આ બ્રહ્માંડ ની કોસ્મિક એનર્જી સાથે કનેક્ટ થઈને રિચાર્જ થઈ જઈએ છીએ. અત્યારે આપણે મગજની શક્તિ નો 1 કે 2 ટકા ઉપયોગ કરીએ છીએ. એના કરતાં વધારે આ મગજની શક્તિ ની ઉપયોગ કરી શકીએ, તો આપણું જીવન ઘણું સારું થઈ શકે.

 

કુંડલીનિ શક્તિ એ માણસ ના મગજ ની પેદાશ નથી, પણ હજારો યોગી ઓ દ્વારા સાધના ની ઉચ્ચ અવસ્થા માં ખોજ કરાયેલી વૈજ્ઞાનિક શોધ છે. જે ધ્યાન કરે છે, તે વ્યક્તિ ની પણ કુંડલિની શક્તિ વહેલા મોડા જાગૃત થાય જ છે. ત્યાર પછી એને કુંડલિની ના એકસપાર્ટ સિદ્ધ ગુરુની જરૂર પડે છે.

 

કુંડલિની જાગૃતિ ત્રણ રીતે થઈ શકે.

  1. પોતાની ધ્યાન સાધનાથી
  2. અચાનક શરીર માં કોઈક મોટો ફેરફાર આવવાથી
  3. સિદ્ધગુરુ દ્વારા શક્તિપાત ની કૃપાથી

 

અન્ય યોગિક સિસ્ટમ અને સિદ્ધયોગ માં શુ તફાવત છે?

 

સિદ્ધયોગ માં કુંડલિની જાગૃતિ માટે સિદ્ધ ગુરુ દ્વારા મળતા શક્તિપાત ના આશીર્વાદ નું ખૂબ મહત્વ છે.

 

યોગના કુલ આઠ અંગો છે. જેમાં 5 અંગો બાહ્ય યોગ છે. બાહ્ય યોગ માં 1.યમ, 2.નિયમ, 3. આસન, 4.પ્રાણાયામ, 5.પ્રત્યાહાર આ 5 અંગો નો સમાવેશ થાય છે. જ્યારે આંતરિક યોગ માં 6.ધારણા, 7.ધ્યાન અને 8.સમાધિ નો સમાવેશ થાય છે.

 

સિદ્ધયોગ એ આંતરિક યોગ છે. સિદ્ધયોગ માં ગુરુની શક્તિપાત ની કૃપા દ્વારા કુંડલિની જાગૃત કરવામાં આવે છે, જેથી હવે આ જાગૃત થયેલી કુંડલિની વ્યક્તિને સમાધિ, ધ્યાન અને ધારણા કરવામાં સહાય કરે છે. એટલે કે કુંડલિની જાગૃત થયેલ વ્યક્તિ ને ધ્યાન અને સમાધિ કુદરતી રીતે ઘટિત થાય છે, અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, આ બધું પ્રયત્ન પૂર્વક કરવું પડતું નથી. જે યમ, નિયમની જરૂર હોય,તે આપમેળે કુદરતી રીતે થાય છે. જે આસન, પ્રાણાયામ, ધારણાની જરૂર હોય,તે આપમેળે કુદરતી રીતે થાય છે. એટલે એવા વ્યક્તિ ને કુદરતી રીતે યોગિક ક્રિયા ઓ તરીકે જે ક્રિયાઓ ની શરીરને જરૂર હોય તે ક્રિયાઓ, સ્વયંભૂ આસનો, પ્રાણાયામ કે મુદ્રા , વગેરે આપમેળે થાય છે, અને વ્યક્તિ ના સાતેય શરીર નું શુદ્ધિકરણ થતું જાય છે.

 

હિલિંગ કરવાથી અધ્યાત્મિક પ્રગતિ થઈ શકે?

 

હિલિંર પોતે કુદરતનું માધ્યમ બની કોસ્મિક એનર્જી પોતાના હાથો દ્વારા દર્દી તરફ વહાવે છે, એ વખતે કોસ્મિક એનર્જી સૌપ્રથમ હિલરના શરીર ની અશુદ્ધિ દૂર કરે છે. તેથી હિલર અને દર્દી બન્ને, આપનાર અને લેનાર બન્ને ને સરખો જ ફાયદો થાય છે. આપવાની ભાવના વધવાથી ખૂબ અધ્યાત્મિક પ્રગતિ થાય છે.[/vc_column_text][/vc_column][/vc_row]