સિધ્ધયોગ પ્રેરિત ધ્યાન માર્ગમાં આપનું સ્વાગત છે.
|| હરિ ૐ તત્સત ||
આ વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખરા હૃદયથી આભાર ..!
તમારી આ મુલાકાત દરમ્યાન તમને આધ્યાત્મ અને ધ્યાનને લગતા વિવિધ પાસા વિશે જરૂરી જાણકારી મળશે અને તમે સહજ શાતા અનુભવશો એવી અમારી અભ્યર્થના છે.
સિધ્ધ યોગ પરિવારના આ કાર્યમાં પ્રાચીન ઋષિ પ્રણિત જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિનો એક સુભગ સમન્વય થયો છે. આ નવીનતાપૂર્ણ અભિગમ દ્વારા તમે તમારા જીવનને પૂર્ણતાથી માણી શકશો તેવી અમને સહજ ખાત્રી છે.
શક્તિપાત એટલે શું?
શક્તિપાત એ ભારતના પ્રાચીન સિધ્ધ યોગીઓ દ્વારા ખોજાયેલ એક અદભુત પધ્ધતિ છે. આ વિધિમાં સિદ્ધ ગુરુ પોતાની વર્ષોની તપશ્ચર્યા દ્વારા અર્જિત શક્તિમાંથી અમૂક અંશ સાધક તરફ વહેવડાવી તેની શક્તિને ઉર્ધ્વ કરી સાધનાકીય અડચણને પાર ઉતરવામાં મહત્વની કડી બને છે. આ પધ્ધતિ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અને સલામત છે. શા માટે આપણે સલામતીની વાત કરી? કારણ યોગના માર્ગે સાધક મૃત્યુ સાથે સહજ રમત કરે છે. જો અનુભવ વિના યોગ માર્ગે ખેડાણ થાય તો સાધક માટે તે એક રીતે જોખમભર્યું પુરવાર થઈ શકે છે.
વર્તમાનમાં યોગની આ પદ્ધતિના જાણકાર હોવાનો દાવો કરનારા કરનારા ઘણાં નજરમાં આવે છે પણ પ્રત્યક્ષ સાધકની શક્તિનું ઊર્ધ્વીકરણ કરવા વાળા સિદ્ધ ગુરુઓ શોધવા એ ઘાસની ગંજીમાંથી સોય ગોતવા સમાન છે.
સિધ્ધયોગ પરંપરાનું સારભૂત શિક્ષણ
સિધ્ધયોગની પ્રાચીન પરંપરા અને વર્તમાન સમયની માંગને સમજીને સિધ્ધ યોગી શ્રી વિભાકર પંડયાજીએ આધ્યાત્મિક માર્ગે ખેડાણ કરી રહેલ સાધકોના લાભાર્થે આત્મ-સાક્ષાત્ત્કાર માટેનો સહજ વૈજ્ઞાનિક માર્ગ તૈયાર કરેલ છે.
આ માર્ગમાં ધ્યાન માર્ગની દીક્ષા જેવી પ્રારંભિક વિધિથી લઈને વિવિધ પ્રગત અને ઉચ્ચ સ્તરીય શિબિરો આવરી લેવામાં આવેલ છે. આ વિધિનો હેતુ સાધકોને સમાજ અને પરિવાર વચ્ચે રહી, અધ્યાત્મ માર્ગે સહજ ખેડાણ કરતાં કરતાં સમાજને પણ ઉપયોગી બની યોગના પવિત્ર અને અમૂલ્ય જ્ઞાનની ગંગા સહજ વહેતી રાખવી એ જ છે.
આ માર્ગ માટે સહજ રીતે સમજાવતાં એમ કહી શકાય કે છ વર્ષના ગાળામાં સાધક નિર્ધારિત અભ્યાસને નિયમિત રીતે કરે તો સ્વ-પ્રયત્ન, ગુરુ-કૃપા, ભગવદ-કૃપાના નિમિત્ત માધ્યમ દ્વારા આત્મ-સાક્ષાતકારની નજીક પહોંચી શકે છે.
|| હરિ ૐ તત્સત ||