પ્રાણ ચિકિત્સા

 ||  હરિ ૐ તત્સત  ||

 

પ્રાણ ચિકિત્સા પુ વિભાકર દાદા દ્વારા આવિષ્કાર કરેલ અદ્ભુત પધ્ધતિ છે.

સામાન્ય રીતે પાણી ઢાળ હોય તે બાજુ વહે છે. પ્રાણ પણ એ જ સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે સર્વે પ્રાણના દરિયામાં જીવીએ છીએ. જેની પ્રાણ ગ્રહણ કરવાની શક્તિ વધારે તે વધારે પ્રાણ ખેંચે. આવી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારૂં રહે. એટલે, જે નિયમિત રીતે ધ્યાન, પ્રાણાયમ,યોગ કરે છે તે આ પ્રાણના દરિયામાંથી કુદરતી પ્રાણ વધારે મેળવે.

જે આધ્યાત્મિક વ્યક્તિ છે જેને આધ્યાત્મિક પ્રગતિ કરવી છે અને જેણે પુર્ણ શક્તિપાત મેળવેલ છે તેનો પ્રાણ પાણીની જેમ ચોતરફ વહેતો હોય છે કેમ કે શક્તિપાત થી તેનું પ્રાણ શરીરનું કવચ ખુલી ગયું છે.હવે કોઈપણ વ્યક્તિ આવી વ્યક્તિના સંપર્કમાં આવે ત્યારે સહજ પ્રાણનું આદાન પ્રદાન ચાલુ થાય છે.

પુ. દાદાએ આ જ સિદ્ધાંત નો ઉપયોગ કરી પ્રાણ ચિકિત્સા જેવી પ્રાણ આપવાની પદ્ધતિ આજ થી ૪૦-૪૫ વર્ષ પહેલાં શોધી છે.આપણું સ્થુળ શરીર છે અને શરીરની અંદર વિવિધ કાર્યો કરવા જુદા જુદા અવયવોને છે જેમ કે હ્રદય,ફેફસા,લીવર,આંતરડા, કીડની વગેરે. જે દરેકના પોતાના કાર્યો છે.હવે કોઈપણ કારણથી આ અવયવોમાં બિમારી આવે છે. જે ઠીક કરવા આપણે બાહ્ય એલોપૈથી,આયૉર્વેદીક, હોમિયોપેથીક દવા લઈએ છીએ. વારંવાર દવા લેવાથી શરીરમાં કંઈક અને કંઈક અસર થાય છે. જે રોગ છે તે અન્ય સ્વરૂપે બહાર આવે છે.

આ વસ્તુને આપણે પ્રાણના સ્વરૂપે સમજીએ. શરીરમાં જુદા જુદા અવયવોને છે તેમ જ કરોડરજ્જુના ભાગમાં સાત ચક્રો છે. જે ચક્રો આધ્યાત્મિક સાધનામાં પણ મહત્વના છે. આ ચક્રો શરીરના અવયવો સાથે સંકળાયેલા છે.વળી શરીર આખું પ્રાણ અથવા વિધ્યુતમય છે. આપણી ઘરની વિદ્યુત ની જેમ બે પોલ છે તેમ ચક્રો +ve તરીકે અને અવયવો -ve તરીકે કાર્ય કરે છે અને વીજસર્કીટ પુરી કરે છે. જ્યારે શરીર બિમાર પડે છે ત્યારે આ વીજ પોલ બદલાય જાય છે એટલે કે ચક્રો  -ve પોલ બને છે અને અવયવો  +ve પોલ બને છે. જો પુર્ણ શક્તિપાત વાળી વ્યક્તિ જો પ્રાણ આપી આ વીજ સર્કીટ ને બદલી નાંખે તો બિમાર માણસ સ્વસ્થ બની જાય.

પ્રાણચિકિત્સકે સિધ્ધ ગુરુ પાસેથી શક્તિપાત ની દીક્ષા લીધેલ હોવી જોઈએ, નિયમિત રીતે સાધના કરતો હોવો જોઈએ, પ્રાણ ચિકિત્સા શિબિર દ્વારા પુરેપુરી માહિતી અને અનુભવ લીધેલો હોવો જોઈએ. તેમ જ નિઃસ્વાર્થ પણે પુરેપુરી સેવા ભાવના જાગૃત થયેલ હોવી જોઈએ. આમાં કુદરત કરે છે અને આપણે માત્ર નિમિત્ત છીએ તેવું દૃઢપણે માનવું જોઈએ. પોતાની જાતે જ ચાલુ કરી દે તો દર્દીનો રોગ લાગુ પાડવાની પુરેપુરી શક્યતાઓ છે. જેનો પછીથી કોઈ જ ઈલાજ નથી.

જરૂર છે ઉદ્દાત્ત ભાવનાની,  સમર્પણની, ઉમદા હેતુની.

 

પ્રાણ ચિકિત્સા બાબતે જરૂરી ચેતવણી:  પ્રાણ ચિકિત્સા પદ્ધતિને કાનૂની રીતે સરકાર દ્વારા કે મેડિકલ સાયન્સ દ્વારા પ્રમાણિત નથી કરાયેલ.  આ ચિકિત્સા પધ્ધતિ આધ્યાત્મિક અને માનસિક સ્તર પર નિસ્વાર્થ સેવાના પાયા પાર રચાયેલ છે. પ્રાણ ચિકિત્સા કરનાર અને પ્રાણ ચિકિત્સા લેનાર, બંને પાત્રોએ આ બાબત ધ્યાનમાં રાખી કામ કરવું જેથી કરીને બંને પાત્રો વચ્ચે કોઈ કાનૂની અને તબીબી તકરાર ના થાય. નિસ્વાર્થ સેવાના પાયા પર જ આ પધ્ધતિ રચાયેલ હોવાથી પ્રાણ ચિકિત્સકે દર્દી પાસેથી કોઈ પ્રકારનું અવેજ ના લેવાની ખાસ ભલામણ  ગુરુજી વિભાકર દાદાએ દરેક પ્રાણ ચિકિત્સકને દીક્ષા વખતે પ્રેમથી સમજાવેલી છે અને વર્તમાનમાંગુરુજી વિશાલ ભાઈ પણ તે જ વાત દીક્ષા વખતે દરેક સાધકને સમજાવે  છે. સાધકોની જાણ ખાતર તે જ વાતઅહીં ફક્ત રજૂ જ કરીએ છીએ.

 

 ||  હરિ ૐ તત્સત  ||