સિધ્ધ યોગી શ્રી વિશાલ ભાઈ પંડ્યા
|| હરિ ૐ તત્સત ||
શ્રી વિશાલ ભાઈ પંડ્યા એ કુંડલિની શક્તિપાતના પ્રણેતા છે.
ગુરુજી વિશાલભાઈ સિદ્ધયોગી છે. નાનપણથી જ ગાંધીનગર, ગુજરાતમાં તેમનો ઉછેર સિદ્ધયોગી શ્રી વિભાકર પંડ્યા દ્વારા આધ્યાત્મિક પદ્ધતિથી થયો છે. તેમની યોગ સાધના ખુબ જ નાની ઉંમરે શરુ થઇ હતી. એમ કહો કે જન્મથી જ. જન્મથી જ તેમની કુંડલિની શક્તિ જાગૃત થયેલી હતી.
માર્કેટિંગમાં એમ.બી.એ. સમાપ્ત કર્યા પછી, તેમણે યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેનો દોર સાંભળ્યો હતો. ત્યાર પછીના વર્ષોમાં, તેમણે ગુજરાત રાજ્યના ભરૂચ જીલ્લાના દેરોલીમાં “સિદ્ધિયોગાશ્રમ” ની સ્થાપના કરી છે. હાલમાંઆ આશ્રમ તેમના સક્ષમ માર્ગદર્શન હેઠળ વિવિધ રચનાત્મક આધ્યાત્મિક પ્રવૃતિઓ કરવાનું અભિયાન સતત ચાલુ રાખે છે. લોકોને “આત્મ-સાક્ષાત્કાર” તરફ આગળ વધવા માટે આશ્રમ એક મહત્વનું સ્થાન બનતું જાય છે. આશ્રમમાં વર્ષ દરમ્યાન આધ્યાત્મિકતાના વિજ્ઞાનને સમજવા વિવિધ ધ્યાન અને યોગ વિષયક શિબિરો પ્રાયોજિત કરવામાં છે. યોગ ઉપાસનાની વિવિધ શિબિરો સાથે સાથે તણાવ, ડાયાબિટીસ, અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, અને કોલેસ્ટરોલ વગેરે જેવી બીમારીઓમાં રાહત મળે તે માટેનું માર્ગ દર્શન પણ મળે છે.
યોગમાં ઘણી પધ્ધતિઓ છે જે તણાવને દૂર કરવાનો દાવો કરે છે પણ તે બધામાં કુંડલિની ધ્યાન યોગ મુખ્ય છે. આ પધ્ધતિના સાચા જાણકાર ખુબ જ ઓછા છે. કુંડલિનીના શક્તિપાતના ગુરુ તરીકે ગુરુજી શિષ્યની કુંડલિની શક્તિ સહજ વૈજ્ઞાનિક રીતે સક્રિય કરી દે છે. એક વાર કુંડલિની સક્રિય થઈ જાય તે પછી સાધકની ચેતના ઉર્ધ્વ ગામી કરવામાંતે સહજ નિમિત્ત બને છે. મન અને શરીરની સાથે સાથે આત્માના શુદ્ધીકરણમાં પણ આ સક્રિય શક્તિ અગત્યનો ભાગ ભજવે છે. ચેતનાના આ ઉર્ધ્વ ગમનને લીધે સાધકોમાં તીવ્ર બુદ્ધિ, સહજ નિર્ણય શક્તિ અને જાગૃતિનું પ્રમાણ આપોઆપ વધતું જાય છે. વધુમાં, શક્તિના આ જાગૃતિકરણ દ્વારા સાધકોને આધ્યાત્મિક શોધમાં જરૂરી વાતો પણ સહજ પ્રાપ્ત થતી જાય છે.શક્તિપાતની આ દિક્ષા દ્વારા સાધક અસ્વસ્થતા અને ચિંતામાંથી મુક્તિ મેળવતા મેળવતા આત્મ-સાક્ષાત્કાર પ્રતિ સહજ ગતિ કરે છે.
સાધકોના લાભાર્થે શ્રી વિશાલ ભાઈ વર્ષ દરમ્યાન વિવિધ યોગ વિષયક શિબિરો જેવી કે ચક્ર શુદ્ધિકરણ, આસાન પ્રાણાયામ, ક્રિયા યોગ અને સોહમ પર પણ સાધકોને અગત્યનું માર્ગ દર્શન કરે છે.
વર્તમાનમાં વિશાલ ભાઈ ટોરોન્ટો, કેનેડામાં વસવાટ કરે છે. કેનેડા સ્થિત સાધકોને પણ કુંડલિની યોગ અને ધ્યાન યોગ બાબતે મહત્વનું માર્ગ દર્શન મળતું રહે છે. સાથે સાથે શ્રી વિશાલ ભાઈ સાપ્તાહિક ઑનલાઇન ધ્યાન સત્રોનું પણ આયોજન કરે છે. અનેક સાધકો સાથે સંકળાયેલા હોવા ઉપરાંત તે દરેક સાધકના પ્રશ્નોનું ઈમેલ, ફોન કે વ્યક્તિગત રીતે પ્રત્યક્ષરૂપથી માર્ગ દર્શન કરે છે. આ ઉપરાંત તે વિવિધ દેશમાં કુંડલિની યોગ અને ધ્યાન યોગ માટે પ્રચાર અને પ્રસાર માટે નિસ્વાર્થ પરિભ્રમણ કરતાં રહે છે.
નિયમિત ધ્યાનથી માનવી સહજ સાક્ષી ભાવમાં સ્થિત થતો જાય છે. ગુરુજી વિશાલ ભાઈ સાક્ષીભાવમાં સ્થિત પાત્રનું સહજ જીવંત ઉદાહરણ છે. જીવનમાં તે આધ્યાત્મિક ફરજોની સાથે સાથે સાંસારિક જવાબદારીઓ પણ અતિ સહજ રીતે નિભાવે છે.
સહજ મળી અને સાધનાકીય શંકાઓનું સમાધાન કરી શકાય તેવા પાત્રોના સાંનિધ્યમાં આવવું એ એક દુર્લભ બાબત છે. શ્રી વિશાલ ભાઈ એ આવું જ એક પાત્ર છે જે સાધકોની સાધનાકીય શંકાઓનું સમાધન કરવા સતત તત્પર રહે છે. સાધકોને વિશાલ ભાઈ સાથે સત્સંગ અને સાન્નિધ્યનો લાભ લેવા ખાસ ભલામણ છે.
આવો … ..બેસો … .. અનુભવો.
|| હરિ ૐ તત્સત ||