આશ્રમમાં શ્રમદાનનો આનંદ માણો

|| હરિ ૐ તત્સત ||

 

જીવનનો અર્થ જ કોઈની સાથે આત્મીય સંબંધથી જોડાયેલા રહેવું એ છે …

જીવનનો હેતુ માત્ર પોતે આનંદિત રહેવું એટલો જ નથી. જીવનમાં બીજાના ઉત્કર્ષમાં નિમિત્ત બનવાનો પ્રયત્ન કરવો એ જ માનવતાનો સાચો પર્યાય છે, કારણ જીવનમાં ઘણા એવા લોકો પણ છે જે આપણને મળેલી સુખ, સુવિધા અને જ્ઞાનથી ઓછી માત્રામાં જ તે પામી શકતાં હોય છે.

સિદ્ધયોગ આશ્રમ ખાતે અમારું ધ્યેય બને તેટલા પાત્રોના આધ્યાત્મિક, સામાજિક અને બૌધ્ધિક વિકાસમાં નિમિત્ત પણ સક્રિય ભાગીદાર બનવું એ જ છે. વર્ષ દરમ્યાન શ્રી સિદ્ધયોગાશ્રમ દેરોલીમાં અમે માનવતા લક્ષી હેતુ હેઠળ વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરી તેને સતત સફળતાપૂર્વક પાર ઉતારતાં રહીએ છીએ.

આશ્રમના પવિત્ર અને શાંત વાતાવરણના સમાગમમાં વિવિધ રચનાત્મક પ્રકલ્પોમાં સહભાગી થવા અને તમને વિશેષ નિમંત્રણ આપીએ છીએ.

અમારા આશ્રમમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થવા જો તમે નજીકના ભવિષ્ય (આગામી ત્રણથી ચાર અઠવાડિયાની અંદર )માં આવવા ચાહો છો તો કૃપા કરીને નીચેની વિગતો સાથે અહીં સંપર્ક કરો

  1. વ્યક્તિગત સહભાગી થવાનો છો કે જૂથમાં
  2. જૂથમાં થવાના હોય તો જૂથમાં સહભાગીઓની સંખ્યા અને જૂથના દરેક પાત્ર વિષે નીચેની માહિતી મોકલાવશો
  3. વ્યક્તિગત: પ્રથમ નામ , અટક છેલ્લું નામ
  4. જન્મ તારીખ: (મહિનો / તારીખ / વર્ષ – 4 અંક)
  5. લિંગ: પુરુષ / સ્ત્રી
  6. વૈવાહિક સ્થિતિ: પરણિત / અપરિણિત:
  7. નિવાસ અને નાગરિકતા દેશ:
  8. વ્યવસાયિક કુશળતા :
  9. રોકાણની અવધિ – દિવસોની સંખ્યા: ઓછામાં ઓછા ચાર દિવસ – વધુમાં વધુ પંદર દિવસ
  10. શારીરિક બીમારી અને ડોક્ટરના રિપોર્ટ અને દવા લેવાનું ટાઈમ ટેબલ:
  11. આગમનની તારીખ અને સમય:

જેવી અમને આ બધી વિગતો પ્રાપ્ત થશે અમે તમને બે દિવસમાં તમારી આશ્રમની તીર્થ યાત્રા વિષે વિગતવાર માહિતી મોકલાવીશું.

આવો … રહો … શાંતિનો અનુભવ કરો ….!

|| હરિ ૐ તત્સત ||