શિબિરો અંગેની માહિતી
|| હરિ ૐ તત્સત ||
“કુંડલિની” શક્તિ જાગૃત કરી આત્મસાક્ષાત્ત્કાર અને પરમાત્મા સાક્ષાત્ત્કાર કરવા, જીવન્મુક્ત બનવા માટે આધ્યાત્મિક પથને પૂજ્ય ગુરુજીએ તેર શિબિરોમાં વિભાજન કર્યું છે. આ તેર શિબિરોનું આયોજન અવારનવાર થતું રહે છે. વધુ માહિતી માટે અહીં જુઓ.
પૂજ્ય ગુરુજી રચિત તેર શિબિરની વિગતવાર સૂચિ
ક્રમ | શિબિરનુંનામ | દિવસ | વિગત |
---|---|---|---|
1 | કુંડલિની શક્તિપાત ધ્યાનયોગ શિબિર - પ્રથમ | 3 | બધા જ કર્મોની માહિતી, સાક્ષી ભાવ તેમ જ સ્વસ્થ અને અસ્વસ્થ મનની વિગતો. ષડ રિપુઓ પૈકી અહંકાર અને ભયથી જાગૃતિ |
2 | કુંડલિની શક્તિપાત ધ્યાનયોગ શિબિર - દ્વિતીય | 3 | ષડ રિપુઓ પૈકી કામ, ક્રોધ અને અહંકારમાં પ્રતિક્રિયા અને જાગૃતિ |
3 | મેરિડિયન લાઈન | 4 | પ્રાણ શરીરનો વિકાસ કરવાની ચીનની અતિ ગુપ્ત પદ્ધતિ, વિચારો, લાગણી અને શૂન્યતાની સમજ |
4 | ક્રિયાયોગ | 4 | પ્રાણ શરીર અને સુક્ષમ શરીરને શુદ્ધ કરવાની પ્રત્યક્ષ વિધિ |
5 | ચક્ર શુદ્ધિકરણ | 4 | શરીરના સાતેય ચક્રના શુદ્ધિકરણની પ્રક્રિયા, સાત ચક્રમાં રહેલી સિધ્ધિ - શક્તિની સમજ |
6 | સોહમ | 4 | સોહમ પ્રાણાયામની થિયરી - પદ્ધતિ અને પ્રત્યક્ષ પ્રયોગો |
7 | આસાન અને પ્રાણાયામ | 4 | આસાન અને પ્રાણાયામની થિયરી અને પ્રયોગો , અનુલોમ વિલોમની ગુપ્ત પદ્ધતિ , ભાસ્ત્રિકાના પ્રાણાયામનો અભ્યાસ |
8 | પ્રાણ ચિકિત્સા | 4 | પ્રાણ શક્તિના ઉપયોગથી રોગ દૂર કરવાની પ્રેકટીકલ અને થિયરીનું માર્ગ દર્શન, ભૂગર્ભ જળ અને વાતાવરણમાં રહેલા સુક્ષમ જીવની હાજરી જોવાની પધ્ધતિ |
9 | કમરનો દુખાવો | 4 | કમર અને ગળાના દુ:ખાવાના કારણો અને તે મટાડવાની કસરતો, કરોડરજ્જુ ઉપર વિસ્તૃત માહિતી |
10 | મંત્ર યોગ | 4 | ઓમકારના ઉચ્ચારણના પ્રકારો, થિયરી અને પ્રેક્ટિકલ |
11 | મૌન | 10 | મૌનની થિયરી અને પ્રેક્ટિકલ અભ્યાસ |
12 | પ્રાણ-અપાન | 30 | પ્રાણ-અપાન એક કરવાની થિયરી અને પ્રેક્ટિકલ - એકીકરણ - પ્રથમ ભાગ |
13 | પ્રાણ-અપાન | છ માસ | પ્રાણ-અપાન એકીકરણનો વિગતવાર અભ્યાસ |
ક્રમ | શિબિરનુંનામ | દિવસ | વિગત |
|| હરિ ૐ તત્સત ||