top of page
shrikrishna.jpg
meditation.jpg

સિધ્ધયોગ પ્રેરિત ધ્યાન માર્ગમાં આપનું સ્વાગત છે.

આ વેબસાઇટની મુલાકાત લેવા બદલ તમારો ખરા હૃદયથી આભાર ..!

તમારી આ મુલાકાત દરમ્યાન તમને આધ્યાત્મ અને ધ્યાનને લગતા વિવિધ પાસા વિશે જરૂરી જાણકારી મળશે અને તમે સહજ શાતા અનુભવશો એવી અમારી અભ્યર્થના છે.

સિધ્ધ યોગ પરિવારના આ કાર્યમાં પ્રાચીન ઋષિ પ્રણિત જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિનો એક સુભગ સમન્વય થયો છે. આ નવીનતાપૂર્ણ અભિગમ દ્વારા તમે તમારા જીવનને પૂર્ણતાથી માણી શકશો તેવી અમને સહજ ખાત્રી છે.

siddha-yoga-path-general.jfif

સિધ્ધયોગ શું તે સમજવા આપણે આ શબ્દને જ ફોડવો પડશે જે બે શબ્દોનો જોડાક્ષર છે, સિધ્ધ અને યોગ.

‘સિધ્ધ’ શબ્દનો સહજ અર્થ છે પ્રમાણિત થયેલ પધ્ધતિ અથવા પરંપરા.

‘યોગ’ શબ્દ એ સંસ્કૃતના ‘યુંજ’ ધાતુ પરથી આવ્યો છે જેનો સૂચિત અર્થ છે વ્યક્તિગત ચેતનાનું જાગતિક ચેતના સાથે જોડાવું.

એટલે સિધ્ધયોગ શબ્દનો અર્થ એમ કરી શકાય કે વ્યક્તિગત ચેતનાને જાગતિક ચેતના સાથે જોડાવા માટેની પ્રમાણિત પધ્ધતિ કે પરંપરા.

Kundalini-Abstract.jpg

કુંડલિની એ કરોડરજ્જુ ધરાવતા પ્રાણીમાત્રમાં રહેલ દિવ્ય ચેતના સ્ત્રોત છે.

આધ્યાત્મિક જીવન જીવવા માટે માનવમાત્રને આ દિવ્ય ચેતના ચેતના સ્ત્રોતનું સાચું સ્વરૂપ સમજવું ખુબ જરૂરી છે જેથી કરીને માનવી તેના આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં વિકાસ અને સંતુલન સાધી શકે છે.

તમે આ વેબ સાઈટ પર વિવિધ બાબતે ખેડાણ કરશો ત્યારે આ દિવ્ય ચેતના સ્ત્રોતના વ્યવહારુ અને સ્પંદનાત્મક પાસાઓ વિષે પ્રારંભિકથી માંડી પ્રગત પાસાઓ વિશે તમને જરૂર સમજ મળશે

Vibhakar-Dada-new.jpg

એમ કહેવાય છે કે જીવનમાં સાધકની ચેતનાને ઉર્ધ્વગામી કરી શકે તેવા સદગુરુ મળવા ખુબ જ મુશ્કેલ છે. સદગુરુ વિભાકર પંડયા એ આવા જ એક સદગુરુ છે.

તેમના વિશે ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે સરળતા, તજજ્ઞતા અને માનવમાત્ર પર નિસ્વાર્થ પ્રેમ.

ખરી રીતે સાધકે સદગુરુને નામથી સંબોધિત ના કરવા જોઈએ એવું પ્રાચીન પરંપરામાં ક્હેલ છે. આમ કહેવા પાછળ એ ભાવ છે કે અધ્યાત્મના ગૂઢ વિષયમાં સદગુરુના ગહન અનુભવજન્ય જ્ઞાન ભંડોળમાંથી સાધક કે શિષ્યએ નમ્ર વિવેક દ્વારા ઘણું ગ્રહણ કરવાનું હોય છે.

guruji-vishal.jpeg

પૂજ્ય વિભાકર પંડયાના પ્રત્યક્ષ સાનિંધ્યમાં આધ્યાત્મિક શિક્ષાને વરેલા  માનનીય  વિશાલ ભાઈ એ સિધ્ધ યોગ સાધન મંડળને એકવીસમી સદીમાં આગળ લઇ જવા મળેલ નૂતન માર્ગ દર્શક છે.

સદગુરુ વિભાકર દાદા ઈ.સ. બે હજાર ને છ માં બ્રહ્મ ચેતનામાં વિલીન થયા છે. તેમના બ્રહ્મલીન થયા પહેલા તેમણે તેમના સંપૂર્ણ અનુભવ અને જ્ઞાન ભંડોળને વિશાલ ભાઈમાં વહેવડાવી દીધી હતી જેથી કરી આવનારી પેઢી આ દિવ્ય જ્ઞાનના વારસાથી વંચિત ના રહે.

ટોરોન્ટો, કેનેડા સ્થિત  વિશાલ ભાઈ સિધ્ધ યોગ સાધન મંડળના વિવિધ આંતર રાષ્ટ્રીય સાધકોને યોગ વિષયક માર્ગદર્શન કરવા  સતત કાર્યશીલ રહે છે. કોઈ પણ સાધક જેને યોગ વિષયક બાબતે કોઈ પ્રશ્ન હોય તે  તેમને વ્યક્તિગત, ફોન કે ઈમેલ દ્વારા મળી શકે છે.

Ashram-Banner-3.jpg

સંપર્ક સેતૂ

શ્રી સિધ્ધયોગાશ્રમ - દેરોલી, ગુજરાત - ભારત
સિધ્ધયોગ સાધન મંડળ - કેનેડા
સિધ્ધયોગ સાધન મંડળ - યુનાઇટેડ સ્ટેટ્સના સંયુક્ત સંસ્થાનો (યુએસએ)

ગામ દેરોલી, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા
ગુજરાત રાજ્ય , ભારત

આશ્રમ ફોન નંબર : +91 026 66261315

1220 Ellesmere Road
Scarborough ON M1P 2X5 Canada

ગુરુજી વિશાલ ભાઈ હાલ કેનેડામાં  છે

252 East White Horse Pike,
Galloway, NJ – 08205

ફોન નંબર : +1 609 504 9461

દર અઠવાડિયે મંગળવારે સાંજે સાડા છ વાગે – ન્યુયોર્ક (ઇસ્ટર્ન) ટાઈમ

bottom of page