Intuition is the voice of the soul, the God

Intuition is the voice of the soul, the God.

 

It is inspiration arising from inner bottom, from bottom of heart. Inner space should be pure to receive true intuition. The four senses of inner space, the mind, the intelligence, the chit screen, the ego, should be pure.

 

The mind should be nirmal, free of impurities. The no-mind state is the state of pure mind. The intelligence is pure when you have discrimination power of good and bad. The chit is the space without processing of thoughts, the sky without thought birds. Ego should go. Ego should be zero. Then only, is the possibility of catching the voice of the God, The light from God is possible, The mystic message is possible.

 

The soul, the God knows everything, We are not connected with him. If inner space is impure, then there are the chances of blunders, the chances of misinterpretation. The true prophecies come from those whose four bodies are pure. The first physical body is purified by diet and exercises. The second prana body is discussed well in book ‘Aura’. The aura may be purified by Prana Healing. The third is astral body. It is purified by purification of feelings, emotions. The purification is the experience of nullity. So absence of emotions, feeling is called purified state of feeling. The fourth is the causal body. The prophecies fall true when all four bodies are pure.

 

If intuitions are true, then life is easy to live. This should not be taken as a matter of only knowledge, or only reading or writing. We should do it. Only you have to do is, do meditation regularly.

 

અંતઃપ્રેરણા આત્મા નો અવાજ છે.

 

અંતઃપ્રેરણા અંતર ના ઊંડાણ , હ્રદયના ઊંડાણમાંથી આવતી પ્રેરણા છે. સાચી અંતઃપ્રેરણા મેળવવા માટે અંતઃકરણ સ્વચ્છ હોવું જોઈએ. આંતરિક જ્ઞાન ની ઇન્દ્રિયો અંતઃકરણ ચતુષ્ટય મન, બુદ્ધિ, ચિત, અહંકાર શુદ્ધ હોવી જોઈએ. એટલે કે મન નિર્મળ હોવું જોઈએ. અમન અવસ્થા નિર્મળ મન નો અનુભવ કરાવે છે.બુદ્ધિ માં સારાસાર (સારું ખરાબ) નો વિવેક હોવો જોઈએ. ચિત્ત ચિંતન વિનાનું, અહંકાર શૂન્ય હોવો જોઈએ. તો જ પરમાત્મા તરફ થી આવતો સંદેશો પકડવા ની શક્યતા છે. આલોક નો પ્રકાશ આવવાની શક્યતા છે. ગેબી સંદેશ આવવાની શક્યતા છે.

 

આત્મા ને બધું જ્ઞાન છે જ. આપણે સંપર્કમાં નથી. અંતઃકરણ અશુદ્ધ હોય તો ગોટાળો થવા ની શક્યતા છે. સાડલા ને બદલે સૂંડલો થઇ જાય એવી શક્યતા છે. જેના ચાર શરીર શુદ્ધ હોય તેની આગાહી ઓ સાચી પડે છે. પહેલું સુખ તે જાતે નર્યા. પ્રથમ શરીર સ્થૂળ શરીર નિરોગી રાખવા આહાર, વ્યાયામ જરૂરી છે. બીજું શરીર પ્રાણ શરીર એટલે કે આભા મંડળ શુદ્ધ રાખવા ‘ઓરા’ પુસ્તક માં વિગતે ચર્ચા કરી છે. પ્રાણ ચિકિત્સા પણ ઉપયોગી છે. ત્રીજું શરીર, સૂક્ષ્મ શરીર ભાવ શરીર છે. ભાવના શુદ્ધ થાય તો શુદ્ધ થાય તો થાય. શૂન્યતા એ શુદ્ધિ છે. જ્યારે ભાવશૂન્ય થયા તો ભાવશુદ્ધ થયા કહેવાય. ચોથું શરીર કારણ શરીર છે, આ ચાર શરીર શુદ્ધ હોય તેની આગાહી સાચી પડે છે.

 

અંતઃપ્રેરણા સાચી હોય તો જીવન જીવવું સહેલું થઈ જાય છે. આ બધું લખવા વાંચવા માટે નથી. આ કરવા નું છે.

 

આના માટે નિયમિત ધ્યાન કરવા નું છે.

Comments are closed.