Interesting યોગ પીકનીક, પાટણ કેન્દ્ર

Interesting યોગ પીકનીક, પાટણ કેન્દ્ર

12803125_202787046747066_7683856473758631062_n

ગુરુજી ની મહત્તમ કૃપા મેળવનાર કેન્દ્રો માં નું એક એવું પાટણ કેન્દ્ર ખુબ સરસ પ્રવૃત્તિઓ કરી રહેલ છે.

 

સમુહ ધ્યાનમાં આવતા સાધકો યોગ્ય રીતે સંપૂર્ણપણે પ્રયત્ન કરે તો સફળતા તો જરૂર થી મળે જ છે. નિયમિત કાર્યક્રમો ઘણા સમય થી સતત થવા ને કારણે સાધકો માં ધ્યાન પ્રત્યે નો રસ અને તરસ સ્વાભાવિક રીતે વધતો જણાય છે. નિયમિત કાર્યક્રમ ના કારણે સાધકો ને ફાયદો થવા થી કુટુંબ ના સભ્યો તથા સગાસંબંધી ઓ ને પણ રસ પડતો જાય છે.

 

આ કેન્દ્ર ખાતે દરરોજ ત્રણ વખત ધ્યાન ના નિયમિત કાર્યક્રમ થવા છતાં સમયના અભાવે કે એક નું એક, નીરસ લાગવાને કારણે ઘણા સાધકો નિયમિત આવી શકતા નથી. આખા કુટુંબ ને રોજ આવવું અગવડભર્યું લાગે એ સ્વાભાવિક છે. તેમાં પણ, ખરેખર જેમના માટે ખુબ મહત્વ નું છે, તેવા બાળકો ને રસ પાડી શકાતો નથી.

 

એટલે, સૌને રસ પડે તથા યોગ પ્રત્યે સંપૂર્ણ જાગૃતિ આવે, સાધકો નું આખું કુટુંબ ને આવવા ની ઈચ્છા થાય, પડોશીઓ, મિત્ર વર્તુળ, સગાં – વ્હાલાં, બાળકો બધા ને ઉત્સાહ આવે, નવા લોકો ને રસ પડે,
તેવા હેતુ થી એક યોગ પીકનીક નું આયોજન કરેલ હતું.

 

નાના બાળકો થી લઈ ને, મહિલા સાધકો તથા પુરુષ સાધકો માટે લીંબુ ચમચી ની રમત, મ્યુઝિક ચેર, વગેરે અલગ અલગ ગ્રુપો પાડી રમત રમાડી, વિજેતાઓ ને રૂપિયા હજાર ના પ્રોત્સાહન ઇનામો નું વિતરણ કરેલ હતું.

 

પાટણ કેન્દ્ર દ્વારા ફૂલણીયા હનુમાન મંદિર ખાતે ધ્યાન જાગૃતિ ના ખુબ સરસ કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. જેમાં આશરે 210 સાધકો તથા અમદાવાદ ના વિવિધ કેન્દ્રો ના પ્રાણ ચિકિત્સકો હાજર રહ્યા હતા. પ્રાણ ચિકિત્સકો નું સ્વાગત ગુરુજી ના ફોટા ની સ્મૃતિભેટ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

સવાર ના 9 થી સાંજ ના 7.30 સુધી ના કાર્યક્રમ માં ધ્યાન તથા પ્રાણ ચિકિત્સા ની જાગૃતિ આપવામાં આવી હતી. જુના સાધકોએ ધ્યાન તથા પ્રાણ ચિકિત્સા થી સારા થયેલ રોગો ના અનુભવો કહી નવા સાધકો ને પ્રેરિત કર્યા હતા. આંતર મન માં ઉતરી જાય તેવા હાસ્ય સભર પ્રવચન કરવામાં આવ્યા હતા. તથા સાથે સાથે પ્રાણ ચિકિત્સા પણ આપવામાં આવી હતી. વેઇટિંગ માં હોય તેમને વીડિયો ક્લિપ ના માધ્યમ થી અનુપસ્થિત સાધકોના રોગો સારા થયેલ ના અનુભવો પણ શેર કરવા માં આવ્યા હતા. ઘણા સાધકો ને લગભગ ત્રણ સીટીંગ થી સારું થયેલ હતું.

 

દિપ્તીબેન ( સાધક ) પહેલાં પોતે દર્દી તરીકે ડોક્ટર પાસે સંધિવા માટે સારવાર લેતા હતા. હવે એમની બીમારી પ્રાણ ચિકિત્સા થી મટવા થી પોતે બીજા ને પ્રાણ ચિકિત્સા આપતા થઇ ગયા. ટૂંક માં, દર્દી પોતે જ સારા થઇ બીજા ની પ્રાણ ચિકિત્સા કરતા થઇ જાય એવી આ ચિકિત્સા પદ્ધતિ છે.

 

આ ઉપરાંત, બધા ને પ્રાણ શરીર ના ઓરા જોવાના, પ્રાણ ના કણો જોવા ના પ્રયોગો, 3D કાર્ડ જોવાના પ્રયોગો કરાવ્યા હતા. ઘણા ને ઓરા તથા પ્રાણ ના કણો દેખાવા થી બધા નો ઉત્સાહ વધી ગયો હતો. આખા દિવસ ના સફળ કાર્યક્રમ થી ઉત્સાહિત સાધકો એ સ્વયંભૂ રીતે કાર્યક્રમને સ્પોન્સર કરી આયોજકો નો ઉત્સાહ પણ વધારી દીધો હતો.

 

સાધકો નો રસ જળવાય તથા કંટાળો ન આવે એ માટે, ટાઈમ મેનેજમેન્ટ પણ એવું સરસ હતું કે કાર્યક્રમ સમય સર શરૂ થાય તથા દરેક ઇવેન્ટ નિયત થયેલ સમયે જ શરૂ થાય અને પૂર્ણ પણ થાય.

 

ગુરુજી ની કૃપા આપણે વધુ ને વધુ સાધકો સુધી પહોંચાડવી જોઈએ..

Comments are closed.