Atma is in the Gap Guj

ચાલો આત્મા થી સંચાલિત કરીએ આપણું અસ્તિત્વ :

received_754422294700927

શરૂઆત માં આપણે મોબાઈલ નું ઉદાહરણ લઈએ. આપણે મોબાઈલ ના જે મેનુ ઓપરેટ કરવા હોય તે ટચ સ્ક્રીન પર આવે , તેને ટચ કરી આપણે મોબાઈલ નો ઉપયોગ કરીએ છીએ. તેજ રીતે આપણા શરીર રૂપી રોબોટ નું ટચ સ્ક્રીન આપણા ચિત્ત માં, દિમાગ માં આવેલું છે. આ ચિત્ત ના સ્ક્રીન ઉપર મન ના વિચારો ચિત્ર રૂપે દેખાય છે. બુદ્ધિ થી  આપણે સારા નરસા નો વિચાર કરીએ છીએ. પરંતુ અહંકાર ની લાગણી આપણને ખોટા મેનુ સિલેક્ટ કરાવી જીવન ની ગાડી ઊંધે પાટે ચડાવે છે.

 

આપણને ભગવાને ખુબ સરસ શરીર રૂપી યંત્ર આપ્યું છે. તેમાં અનંત શક્તિઓ આપેલી છે. પરંતુ અજ્ઞાન ને કારણે, અણસમજ ને કારણે જે અમૂલ્ય કુદરતી બક્ષિસ ભગવાને આપણને આપી છે, તેનું મૂલ્ય આપણે સમજી શકતા નથી. અનંત શક્તિ ઓ ધરાવતા હોવા છતાં 90 ટકા શક્તિઓ વણવપરાયેલી રહે છે. આહાર, નિદ્રા અને મૈથુન માં રચ્યા પચ્યા રહે છે. અને શરીર મૃત્યુ ભેગું થઇ જાય છે.

 

આપણે આ શરીર રૂપી યંત્ર નો સારામાં સારો ઉપયોગ કરીએ તો સારામાં સારું જીવન જીવી શકાય.

 

જીવન માં આનંદિત રહેવા, સ્વસ્થ રહેવા પ્રાણ ઉર્જા તથા નિર્વિચાર ગેપ આ બન્ને સમજવા જરૂરી છે.

 

સાધના એટલે ભગવાને આપણને જે મિશન કે કાર્ય માટે મોકલ્યા છે, તે જાણી , સમજી આપણી લાગણીઓ, ભાવનાઓ, વિચારો, શરીર, મન, હ્ર્દય નો ખુબ બુદ્ધિપૂર્વક સદુપયોગ કરી સમય, સંજીગો પ્રમાણે સારા માં સારું પરફોર્મન્સ આપવું જોઈએ.

 

ભગવાન ના હાથ બની કાર્ય કરવું જોઈએ.

 

પ્રાણ ઉર્જા વધારવા આપણે કુંડલિની શક્તિપાત નો તથા ધ્યાન નો ઉપયોગ કરીએ છીએ. પ્રાણ ઉર્જા વધે, તો મન શાંત થાય છે. નિર્વિચાર ગેપ નો અનુભવ થાય છે.  તે સિવાય મન  ના વિચારો, હ્ર્દય ની ભાવના ઓ પર કાબુ રાખવો ખૂંબ મુશ્કેલ છે.

 

આપણા લગભગ બધા સાધકો ને નિર્વિચાર ગેપ નો અનુભવ થાય જ છે. આની સમજ જ સાચી સાધના છે. નિર્વિચાર ગેપ એ એક વિચાર પછી આવતા બીજા વિચાર વચ્ચે રહેલી છે. આપણી ટેક્નિક, કંઈ કરતાં કંઈ ન કરવું, એનાથી આ નિર્વિચાર ગેપ નો અનુભવ સહજ રીતે થાય છે.

 

આ માટે આપણે એક ચિત્ર  બનાવ્યું છે.

 

ખુબ મહત્વ ની છે, નિર્વિચાર ગેપ, આ નિર્વિચાર ગેપ માં વિચાર નથી, એટલેકે મન નથી. આ ગેપ માં સીધો આત્મા નો જ અનુભવ થાય છે. એટલે નિર્વિચાર ગેપ માં બધા જ વર્તુળ તોડી નાખી સીધી આત્મા સુધી અનુભવ કરવા ની ગેપ દર્શાવી છે.

 

આ ગેપ માં ભાવના પણ શૂન્ય છે, ભાવના શુદ્ધ છે. શુદ્ધ ભાવના કે શુદ્ધ લાગણી નો અર્થ નિઃસ્વાર્થ ભાવના થાય છે. પ્રાણ પણ શુદ્ધ છે. શુદ્ધ પ્રાણ નો અર્થ પોઝિટિવ પ્રાણ થાય છે. આ સીધો આત્મા નો પ્રેક્ટિકલ અનુભવ છે.

 

વૈજ્ઞાનિકો એ એક યંત્ર નું પૂતળું બનાવી, તેમાં મગજ ફિટ કરી રોબોટ બનાવેલ છે. આ રોબોટ માણસો આશ્ચર્ય પામી જાય એવા કાર્યો કરે છે. એ જ સમજવા નું છે.

 

આપણે રામ ના રમકડાં એટલે કે ભગવાન દ્વારા બનાવેલ રોબોટ છીએ. આપણા શરીર, જાગૃત મન, અજ્ઞાત મન, હ્રદય, પ્રાણ શક્તિ વાળા સાત શરીરો ની રચના કરી, પોતે સત ચિત આનંદ રૂપી આત્મા તરીકે કેન્દ્ર માં બિરાજમાન થયો છે.

 

અને આત્મા ને ઓળખવા, અનુભવ કરવા નિર્વિચાર ગેપ આપી છે. તથા પ્રાણ ઉર્જા આપી છે. પરમાત્મા નિર્વિચાર ગેપ માં તથા પ્રાણ ઉર્જા થી આપણને એના સ્વ સ્વરૂપ નો અનુભવ કરાવે છે.

 

નિર્વિચાર ગેપ એ એક વિચાર પછી આવતા બીજા વિચાર ની વચ્ચે રહેલી છે. એ સાક્ષાત પરમાત્મા નો અનુભવ જ છે.

 

નિર્વિચાર ગેપ માં અહંકાર ગાયબ હોવાથી,
પુદ્ગલ રૂપી ડુંગળી ના વિવિધ પડ મન, હ્ર્દય, અહંકાર, આ બધા પડ ગાયબ થઇ જાય છે. એક ક્ષણ માટે પણ તમને આત્મા એટલે કે પરમાત્મા નો અનુભવ થઇ જાય છે.

 

આપણા સનાતન ધર્મ માં વિવિધ રીતે આ સમજાવેલ છે.

 

ગરબા માં કાણાંવાળા માટલા માં દીવો , ગર્ભ દીપ મૂકી આ સમજાવેલ છે. આત્મા એ કેન્દ્ર માં રહેલ દિપક છે. ગરબો એ ગર્ભ દીપ છે. બહાર આવતા કિરણો એ નિર્વિચાર સ્થિતિ છે. ધ્યાન સાધના થી સાક્ષીભાવ રાખી નિર્વિચાર ની ગેપ પકડી આત્મ દિપક નો અનુભવ કરવા નો છે. પછી માટલું દેખાશે જ નહીં , ફક્ત દિપક જ દેખાશે….

 

મંદિર માં મૂર્તિ સામે ધ્યાનમાં જવા થી પણ અજાણ્યે આ જ અનુભવ થાય છે.

 

સંગીત, ભજન માં પણ કીક વાગે ત્યારે આ જ અનુભવ છે.

 

મંત્ર માં ઊંડા ધ્યાન માં જનાર ને પણ આ જ અનુભવ થાય છે.

 

અંદર થી બહાર તરફ પરમાત્મા આ રીતે પ્રગટે છે.

 

ચિત્ર ની સમજ:

 

અંદર થી બહાર તરફ ની યાત્રા :

 

1 અંદર નું વર્તુળ : આત્મા
આપણે આત્મા એટલે કે પરમાત્મા ના અંશ છીએ. આપણું સ્વરૂપ સત – ચિત – આનંદ છે. આત્મા ના સ્તરે , સુપર કોન્સિયસ ના સ્તરે ,આપણે આપણી નિયતી, આપણી દૈવી યોજના , આપણા જીવન ની બ્લ્યુ પ્રિન્ટને જાણી શકીએ.

 

2 જુ વર્તુળ : પ્રાણ ઉર્જા
આ વર્તુળ આપણા સાતેય શરીર નું ઉર્જામય સ્વરૂપ દર્શાવે છે. એટલે કે સાતેય શરીર ની પ્રાણ શક્તિ આત્મ તત્વ થી બને છે.
સાતેય શરીર ના કરંટ આત્મ તત્વ થી બને છે.
છ સૂક્ષ્મ શરીર માં કરંટ રૂપી સંચિત કર્મો સંગ્રહિત થયેલા છે.

 

આ સાતેય શરીર ના કરંટ ના શુદ્ધિકરણ થી આપણને આત્મા નો અનુભવ જલ્દી થી થઈ શકે છે.

 

3 જુ વર્તુળ: હ્ર્દય
આત્મ તત્વ એ પ્રાણ તત્વ થી બને છે.
આત્મા જયારે લાગણી અનુભવે ત્યારે તેને ભાવના કહેવાય છે. ભાવના ઓ પ્રાણ તત્વ થી સંચાલિત થાય છે. હૃદય માં ભાવનાઓ રૂપી સંચિત કર્મો સંગ્રહિત છે.

 

ભાવના ઓ નું શુદ્ધ થવું એટલે ભાવના શૂન્ય હોવું. જ્યારે કોઈપણ ભાવના ન હોય , તો એ શુદ્ધ થઈ કહેવાય. એનો બીજો અર્થ નિસ્વાર્થ લાગણી પણ કરી શકાય.

 

લાગણી થી દુઃખી છીએ આપણે, વિચારો થી નહીં.

 

ગુરુજી ઘણીવાર કહેતા,
માણસ સામાજિક પ્રાણી છે. એવું કહીએ છીએ, પણ હકીકતમાં તો માણસ લાગણીશીલ પ્રાણી છે. અને પ્રાણી શા માટે કહેવાય છે ? કેમકે ખાવું, મકાન માં રહેવું અને સંતાન ઉત્પત્તિ કરવું એ તો પ્રાણી ના લક્ષણ છે.

 

સાધના એટલે ભગવાને આપણને જે મિશન કે કાર્ય માટે મોકલ્યા છે, તે જાણી , સમજી આપણી લાગણીઓ, ભાવનાઓ, વિચારો, શરીર, મન, હ્ર્દય નો ખુબ બુદ્ધિપૂર્વક સદુપયોગ કરી સમય, સંજીગો પ્રમાણે સારા માં સારું પરફોર્મન્સ આપવું. ભગવાન ના હાથ બની કાર્ય કરવું.

 

જો લાગણી ને બદલે બુદ્ધિ થી જીવે તો માણસ દુઃખી કે સુખી થાય જ નહીં.

 

એટલે આપણે લાગણી ને બદલે શુદ્ધ બુદ્ધિ થી જીવવા નો પ્રયત્ન કરવો જોઈએ.

 

આત્મા જયારે વિચાર કરે છે ત્યારે મન કહેવાય છે. આત્મા જ્યારે લાગણી અનુભવે છે ત્યારે હ્ર્દય કહેવાય છે.

 

આપણે અનેક જન્મો થી આવીએ છીએ. દરેક જન્મ માં આપણે સુખ અને દુઃખ, માન અને અપમાન ની લાગણીઓ અનુભવ કરેલ છે. આત્મા  શુદ્ધ બુદ્ધિ નો ઉપયોગ કરીને વિચાર કરે છે. પરંતુ લાગણી વચ્ચે આવી જાય છે. લાગણી ઓ ને કારણે આપણે વિચારો ના બંધન માં આવી જઈએ છીએ.

 

રાગ દ્વૈષ એ પણ લાગણી ઓ ના કારણે જ છે. સારો વિચાર આવે તો આપણે ગમો એટલે કે રાગ વ્યકત કરીએ છીએ, તે એક લગાવ, લાગણી જ છે. ખરાબ વિચાર આવે તો આપણે અણગમો એટલે કે દ્વૈષ વ્યક્ત કરીએ છીએ, તે પણ એક લાગણી જ છે.

 

સાક્ષીભાવ રાખવો, સાક્ષી થવું, વિચારો ના સાક્ષી થવું એટલે લાગણી, ભાવના વગર વિચારો કરવા.

 

જ્યારે આ લાગણીઓ નો સદુપયોગ કરીએ, એટલે કે જ્યારે આપણી અગંત કોઈપણ લાગણી ન હોય, કે કોઈપણ ભાવના ન હોય,
તેને નિસ્વાર્થ લાગણી, તેને શુદ્ધ લાગણી કે નિસ્વાર્થ ભાવના, શુદ્ધ ભાવના કહી શકાય. ભગવાન તો ભાવના ના ભૂખ્યા છે, નો આવો જ કંઇક અર્થ છે.

 

આવા નિસ્વાર્થ ભાવના વાળા વિચારો ખુબ માપના તથા જરૂરી હોય એટલા જ આવશે. મન શાંત થશે. આત્મા નો અનુભવ ચોવીસે કલાક થશે.

 

4 થું વર્તુળ : અજ્ઞાત મન
આત્મ તત્વ થી પ્રાણ તત્વ , પ્રાણ તત્વ થી ભાવના તથા વિચારો બને છે. પ્રાણ તત્વ વિદ્યુત ઉર્જા છે. તો ભાવના , વિચારો આપણા હ્રદય, મન માં સંગ્રહિત પિક્ચર ફાઈલો જેવા છે. અજ્ઞાત મન માં વિચારો રૂપી સંચિત કર્મો નો પ્રોગ્રામ સંગ્રહિત છે. જેને  સબકોન્સિયસ પણ કહેવાય છે. જે વિચારો નો પ્રોગ્રામ મન માં નાખ્યો હોય, એ મુજબ જ જીવન ચાલે છે, ફળ મળે છે.

 

ગુરુજી કહે છે,” વિચાર કરતાં પહેલાં વિચારો. કેમકે એક વખત તમે કરેલો વિચાર અજ્ઞાત મન માં જશે , તો સમય અને સંજોગો આવે ત્યારે ફળ આપ્યા વિના નહીં રહે.”

 

5 મુ વર્તુળ : જાગૃત મન
જાગૃત મન એટલે વિચારો નું બનેલું છે. આત્મા જયારે કરન્ટ પ્રવાહિત કરે છે, ત્યારે પ્રાણ કહેવાય છે. આત્મા જયારે લાગણી અનુભવે છે, ત્યારે હ્ર્દય કહેવાય છે. આત્મા જયારે વિચારે છે , ત્યારે મન કહેવાય છે.

 

હવે ખુબ મહત્વ ની છે, નિર્વિચાર ગેપ, આ નિર્વિચાર ગેપ માં વિચાર નથી, એટલે મન નથી. આ ગેપ માં સીધો આત્મા નો જ અનુભવ થાય છે. એટલે નિર્વિચાર ગેપ માં બધા જ વર્તુળ તોડી નાખી સીધી આત્મા સુધી અનુભવ કરવા ની ગેપ દર્શાવી છે.

 

આ ગેપ માં ભાવના પણ શૂન્ય છે, શુદ્ધ છે. પ્રાણ પણ શુદ્ધ છે. સીધો આત્મા નો પ્રેક્ટિકલ અનુભવ છે.

 

6 ઠું વર્તુળ : શરીર
સ્થૂળ શરીર આ બધી યંત્ર સિસ્ટમ મુજબ કાર્ય કરે છે. ધારોકે આપણે હાથ ઊંચકવો છે, તો મન દ્વારા પ્રાણ ઉર્જા તથા ભાવના નો ઉપયોગ કરી કાર્ય થાય છે.

 

ધારોકે પ્રાણ ચિકિત્સા કરવી છે, મન ની ભાવના દ્વારા હાથ ના આંગળા નો ઉપયોગ કરી, પ્રાણ ઉર્જા નો ઉપયોગ કરી ચિકિત્સા કરી શકાય છે. મતલબ કે બધું જ મન ના, આત્મા ના આદેશ થી થાય છે.

 

www.facebook.com/siddhyog

 

1
આત્મા, આપણે, પરમાત્મા,
સત – ચિત – આનંદ,
સુપર કોન્સિયસ, નિયતી:દૈવી યોજના

 

2
પ્રાણ શક્તિ, સાતેય શરીર ના કરંટ, છ સૂક્ષ્મ શરીર, કરંટ રૂપી સંચિત કર્મો

 

3
હૃદય : ભાવનાઓ રૂપી સંચિત કર્મો

 

4
અજ્ઞાત મન : વિચારો રૂપી સંચિત કર્મો નો પ્રોગ્રામ, સબકોન્સિયસ,

 

5
જાગૃત મન એટલે વિચારો, નિર્વિચાર ગેપ

 

6
સ્થૂળ શરીર.

 

અંદર થી બહાર….

 

Picture drawn by Atul Tank.

Comments are closed.